શનિવાર, 5 મે, 2012

'નિસ્યંદન'નો દ્વિતીય અંક આપનાં કોમ્પ્યુટર સ્ક્રીન પર ....


+  'નિસ્યંદન'નો દ્વિતીય અંક આપનાં  કોમ્પ્યુટર સ્ક્રીન પર મૂકતા હર્ષ  થઈ રહ્યો છે.
 ડાઉંનલોડ લિંક-
http://www.bookrix.com/_title-en-yogesh-vaidya-nisyandan-may-2012

+  'નિસ્યંદન'ના પ્રથમ અંક ને મળેલ આવકાર ખૂબજ ઉત્સાહ પ્રેરક રહ્યો છે.
+   અમને આપના સૂચનો તથા અભિપ્રાયો મળતા રહેશે તેવી શ્રદ્ધા છે.
+   'નિસ્યંદન' સાથે જોડાયેલા રહેશો.

+   અમારો આ પ્રયત્ન આપને કેવો લાગ્યો તે જાણવા ઉત્સુક છીએ . આશા છે અમે આપના   સુધી પહોચી શક્ય છીએ તેની પ્રતીતિ આપ પ્રતિભાવ આપી ને કરાવશો .
+   સર્જકો ની અપ્રગટ   કૃતિઓ   અમને મળતી  રહેશે તેવી  અપેક્ષા  છે.

લવાજમ આપનો ઉમળકો અને આપની કાવ્યનિષ્ઠા.

આપના સાહિત્યકાર મિત્રો / કાવ્યરસિક મિત્રોને નિસ્યંદનના નામાંકન માટે
    પ્રેરી નિસ્યંદનના પ્રસાર માટે મદદરૂપ થવા નમ્ર વિનંતી.

અમને મળવાનાં ઠામ ઠેકાણા

O ટપાલી દ્વારા –         યોગેશ વૈદ્ય, ‘હ્રદય કુંજ’, યોગેશ્વર સોસાયટી, ૬૦ ફૂટ રોડ,
                                       વેરાવળ. - ૩૬૨ ૨૬૫   (ગુજરાત). ભારત.

O ઇ-મેઇલ દ્વારા -        mryogi62@gmail.com

રવિવાર, 4 માર્ચ, 2012


 ૨૪ વર્ષ પછી .....

'નિસ્યંદન' ને  ૨૪ વર્ષ પછી ઈ - ફોરમેટમાં આપની  સમક્ષ   મૂકતા હર્ષ  થઈ રહ્યો છે.

'નિસ્યંદન'ની સાઈકલો સ્ટાઇલ થી કોમ્પ્યુટર સ્ક્રીન સુધી ની સફર કૈંક અંશે  રોમાંચક અને વિશેષ  આનંદપ્રદ રહી   છે .

અમારો આ પ્રયત્ન આપને કેવો લાગ્યો તે જાણવા ઉત્સુક છીએ  .

નિસ્યંદન વિષેના આપના સૂચનો / અભિપ્રાય આવકાર્ય છે.

સર્જકો ની ઉત્તમ કૃતિઓ  અમને પ્રાપ્ત થતી રહેશે તેવી  અપેક્ષા  છે.

 લિંક :


 અમને મળવાનાં ઠામ ઠેકાણા

O ટપાલી દ્વારા યોગેશ વૈદ્ય, ‘હ્રદય કુંજ’, યોગેશ્વર સોસાયટી, ૬૦ ફૂટ રોડ, વેરાવળ. ૩૬૨ ૨૬૫   (ગુજરાત). ભારત.

O ઇ-મેઇલ દ્વારા -    mryogi62@gmail.com


સોમવાર, 23 જાન્યુઆરી, 2012

દરિયાની છાંયડી માં માછલી નું ગામ....

વેરાવળના દરિયા કાંઠે રેતી સાથે રમતા રમતા  શૈશવ વીત્યું.
લીધું-દીધું , પામ્યા-ખોયું,રોયું-ધોયું ઘૂઘવતા  દરિયાની ની સાખે....
ઓમ કારની ગુંજ ઉઠતી સોમનાથની ઝાલરમાંથી. 
દરિયો એના ચરણ પખાળે.    શ્રદ્ધાનું આ થાનક.

દરિયો મારા શ્વાસે શ્વાસે , દરિયો કવનના પ્રાસે.
દરિયો મારા હિસ્સે આખો ,દરિયો મારા ખીસ્સે.

દરિયાની રેતીમાં બાંધ્યા ઘરની સાખે લખી કવિતા.
મહાકાળની થપાટ સામે  પળમાટે  પણ  ટકીજવાનો અવસર આંજી આંખે ઉભો દરિયા સામે.

  'શૈશવ' ,  'સાહિલ'   જનક દવે સા સ્નેહી પામ્યો.    પામ્યો લાભશંકર દવે સરીખા ગઝલ વૃક્ષની છાયા.

 જન્મ સમયથી નાળની સાથે ચોટેલું એક ગામ બગસરા. 
સાત્તલીને કાંઠે ઉભું સમુદ્રીનું મંદિર.
રંગારાએ ઓઢણીઓની સાથે રંગ્યુ કવન કુંવારુ.
જિતુ  નો શૈશવ થી સથવારો.

જૂનાગઢની ભટ્ટ ખડકી , હોળી ચકલા વચ્ચે ઘૂમ્યો દાદીમાનો સાળુ ઝાલી
દાદાજીની  થઈ લાકડી માંગનાથની કરી પ્રદક્ષિણા... જીવન શ્લોક શીખ્યો ત્યાં...

ગયો  ગમ્મેત્યા .. કર્યું ગમ્મેતે... દરિયો મારી સાથ રહ્યો છે...
દરિયો મારો ભેરુ , મારો શિક્ષક. મારો તાત રહ્યો છે...