બુધવાર, 7 નવેમ્બર, 2012

'નિસ્યંદન'નો ‘સુરેશ દલાલ સ્મૃતિવિશેષાંક’-આપનાં કોમ્પ્યુટર સ્ક્રીન પર ..........


ઉનલોડ લિંક-

'નિસ્યંદન'ના પ્રચાર -પ્રસારમાં મદદરૂપ થવા કરાયેલી અપીલને સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે, વધુ મળતો રહેશે તેવી આશા છે. આપનો  ઉષ્મામાસભર આવકાર એ અમારું  ખરું ચાલક બળ છે.
આજ  સુધીમાં 'નિસ્યંદન' ૪૦૦૦ થી વધુ કોમ્પ્યુટર સ્ક્રીન સુધી પ્રત્યક્ષ રીતે  પહોંચતું થયું છે.(પરોક્ષ પ્રસાર આનાં  કરતા વધારે હશે )
સાહિત્યકારો તરફથી ઉત્તમ કૃતિઓ અમને મળતી રહેશે તેવી શ્રદ્ધા છે.

અમને અપેક્ષા છે કે
1) 'નિસ્યંદન' આપને કેવું લગ્યું તે જણાવશો.આપના અભિપ્રાય , સૂચનો સાંભળવા
   મળે.
2) '
નિસ્યંદન'ના સ્તરને અનુરૂપ અપ્રગટ  કૃતિઓ/ સાહિત્ય અપેક્ષિત છે.
3)
જો આપને 'નિસ્યંદન' ગમતું હોય તો તેના પ્રચાર ,પ્રસાર માટે આપના ૧૦  સાહિત્ય
પ્રેમી મિત્રોને  'નિસ્યંદન' મેઈલ કરી અમને C C  માર્ક કરશો અથવા અમારા
બ્લોગ પર જઈ નામાંકન કરવા પ્રેરશો.

આપના પ્રતિસાદને સાંભળવા ઉત્સુક છું....
'નિસ્યંદન' સાથે જોડાયેલા રહેશો.

શુક્રવાર, 7 સપ્ટેમ્બર, 2012

'નિસ્યંદન'નો ચોથો અંક આપનાં કોમ્પ્યુટર સ્ક્રીન પર ..........


'
ઉનલોડ લિંક-
http://www.bookrix.com/_title-en-yogesh-vaidya-039-nisyandan-039-sept-2012
 નિસ્યંદન'ના ગત અંકને મળેલ આપના  ઉષ્મામાસભર આવકારથી ખરેખર રોમાંચિત થઈ જવાયું છે.
૨૫૦ થી પણ વધુ  ઈ-મેઇલ પ્રતિભાવ !!!. 'નિસ્યંદન'ના પ્રચાર -પ્રસારમાં મદદરૂપ થવા કરાયેલી અપીલને પણ સુંદર પ્રતિસાદ  મળ્યો. આપના સહકાર વડે જ 'નિસ્યંદન' સરીખું ડિજીટલ લઘુસામયિક વિસ્તરી અને વિકસી શકે.
આજ  સુધીમાં 'નિસ્યંદન' ૪૦૦૦ થી વધુ કોમ્પ્યુટર સ્ક્રીન સુધી પ્રત્યક્ષ રીતે  પહોંચતું થયું છે.(પરોક્ષ પ્રસાર આનાં  કરતા વધારે હશે )
સાહિત્યકારો તરફથી ઉત્તમ કૃતિઓ અમને મળતી રહેશે તેવી શ્રદ્ધા છે.

આપને નમ્ર વિનંતિ છે કે

 

1) 'નિસ્યંદન' આપને કેવું લગ્યું તે જણાવશો.આપના અભિપ્રાય , સૂચનો સાંભળવા
ઉત્સુક છીએ.
2) '
નિસ્યંદન'ના સ્તરને અનુરૂપ અપ્રગટ  કૃતિઓ/ સાહિત્ય અપેક્ષિત છે.
3)
જો આપને 'નિસ્યંદન' ગમતું હોય તો તેના પ્રચાર ,પ્રસાર માટે આપના ૧૦  સાહિત્ય
પ્રેમી મિત્રોને  'નિસ્યંદન' મેઈલ કરી અમને C C  માર્ક કરશો અથવા અમારા
બ્લોગ પર જઈ નામાંકન કરવા પ્રેરશો.

હાલ તો... કાન સરવા કરી આપને સાંભળવા ઉત્સુક બેઠો છું.
'
નિસ્યંદન' સાથે જોડાયેલા રહેશો.


નિસ્યંદનનો આગામી અંક સુરેશ દલાલ સ્મૃતિ વિશેષાંક રૂપે પ્રગટ કરીશું.  


 
અમને મળવાનાં ઠામ ઠેકાણા
O
ટપાલી દ્વારા –         યોગેશ વૈદ્ય, ‘હ્રદય કુંજ’, યોગેશ્વર સોસાયટી, ૬૦
                             
      ફૂટ રોડ,         વેરાવળ. - ૩૬૨ ૨૬૫   (ગુજરાત). ભારત.

O
ઇ-મેઇલ દ્વારા -            
mryogi62@gmail.com

રવિવાર, 8 જુલાઈ, 2012

'નિસ્યંદન'નો ત્રીજો અંક આપનાં કોમ્પ્યુટર સ્ક્રીન પર


 'નિસ્યંદન'નો ત્રીજો અંક આપનાં કોમ્પ્યુટર સ્ક્રીન પર મૂકતા હર્ષ થઈ રહ્યો છે.

ડાઉનલોડ લિંક-



'નિસ્યંદન'ના બન્ને અંકો ને મળેલ આવકાર ખરેખર ઉત્સાહપ્રેરક રહ્યો છે. ઘણા પ્રતિભાવો અમને મળી રહ્યા છે.
પરંતુ હજુ  આપના સાથેનો  અમારો સંપર્ક વધુ સઘન અને જીવંત બની રહે અને આપના દ્વારાજ 'નિસ્યંદન'નો પ્રચાર ,પ્રસાર થાય તેવા પ્રયત્નો અંતર્ગત અમને આપથી નીચે મુજબની અપેક્ષા છે.  

આપને નમ્ર વિનંતિ છે કે
1) 'નિસ્યંદન' આપના સુધી પહોચ્યું છે તેની પ્રતીતિ રૂપે વળતો ઈ મેઈલ કરશો.
2) 'નિસ્યંદન' આપને કેવું લગ્યું તે જણાવશો.આપના અભિપ્રાય , સૂચનો સાંભળવા ઉત્સુક છીએ.  
3) 'નિસ્યંદન'ના સ્તરને અનુરૂપ અપ્રગટ  કૃતિઓ/ સાહિત્ય અપેક્ષિત છે.
4) જો આપને 'નિસ્યંદન' ગમતું હોય તો તેના પ્રચાર ,પ્રસાર માટે આપના ૧૦  સાહિત્ય પ્રેમી મિત્રોને  'નિસ્યંદન' મેઈલ કરી અમને C C  માર્ક કરશો અથવા અમારા બ્લોગ પર જઈ નામાંકન કરવા પ્રેરશો.
હાલ તો... કાન સરવા કરી આપને સાંભળવા ઉત્સુક બેઠો છું. 

'નિસ્યંદન' સાથે જોડાયેલા રહેશો.
  
 લવાજમ આપનો ઉમળકો અને આપની કાવ્યનિષ્ઠા.


 અમને મળવાનાં ઠામ ઠેકાણા

O ટપાલી દ્વારા          યોગેશ વૈદ્ય, ‘હ્રદય કુંજ’, યોગેશ્વર સોસાયટી, ૬૦
                       ફૂટ રોડ,         વેરાવળ. - ૩૬૨ ૨૬૫   (ગુજરાત). ભારત.

O ઇ-મેઇલ દ્વારા -            mryogi62@gmail.com

શનિવાર, 5 મે, 2012

'નિસ્યંદન'નો દ્વિતીય અંક આપનાં કોમ્પ્યુટર સ્ક્રીન પર ....


+  'નિસ્યંદન'નો દ્વિતીય અંક આપનાં  કોમ્પ્યુટર સ્ક્રીન પર મૂકતા હર્ષ  થઈ રહ્યો છે.
 ડાઉંનલોડ લિંક-
http://www.bookrix.com/_title-en-yogesh-vaidya-nisyandan-may-2012

+  'નિસ્યંદન'ના પ્રથમ અંક ને મળેલ આવકાર ખૂબજ ઉત્સાહ પ્રેરક રહ્યો છે.
+   અમને આપના સૂચનો તથા અભિપ્રાયો મળતા રહેશે તેવી શ્રદ્ધા છે.
+   'નિસ્યંદન' સાથે જોડાયેલા રહેશો.

+   અમારો આ પ્રયત્ન આપને કેવો લાગ્યો તે જાણવા ઉત્સુક છીએ . આશા છે અમે આપના   સુધી પહોચી શક્ય છીએ તેની પ્રતીતિ આપ પ્રતિભાવ આપી ને કરાવશો .
+   સર્જકો ની અપ્રગટ   કૃતિઓ   અમને મળતી  રહેશે તેવી  અપેક્ષા  છે.

લવાજમ આપનો ઉમળકો અને આપની કાવ્યનિષ્ઠા.

આપના સાહિત્યકાર મિત્રો / કાવ્યરસિક મિત્રોને નિસ્યંદનના નામાંકન માટે
    પ્રેરી નિસ્યંદનના પ્રસાર માટે મદદરૂપ થવા નમ્ર વિનંતી.

અમને મળવાનાં ઠામ ઠેકાણા

O ટપાલી દ્વારા –         યોગેશ વૈદ્ય, ‘હ્રદય કુંજ’, યોગેશ્વર સોસાયટી, ૬૦ ફૂટ રોડ,
                                       વેરાવળ. - ૩૬૨ ૨૬૫   (ગુજરાત). ભારત.

O ઇ-મેઇલ દ્વારા -        mryogi62@gmail.com

રવિવાર, 4 માર્ચ, 2012


 ૨૪ વર્ષ પછી .....

'નિસ્યંદન' ને  ૨૪ વર્ષ પછી ઈ - ફોરમેટમાં આપની  સમક્ષ   મૂકતા હર્ષ  થઈ રહ્યો છે.

'નિસ્યંદન'ની સાઈકલો સ્ટાઇલ થી કોમ્પ્યુટર સ્ક્રીન સુધી ની સફર કૈંક અંશે  રોમાંચક અને વિશેષ  આનંદપ્રદ રહી   છે .

અમારો આ પ્રયત્ન આપને કેવો લાગ્યો તે જાણવા ઉત્સુક છીએ  .

નિસ્યંદન વિષેના આપના સૂચનો / અભિપ્રાય આવકાર્ય છે.

સર્જકો ની ઉત્તમ કૃતિઓ  અમને પ્રાપ્ત થતી રહેશે તેવી  અપેક્ષા  છે.

 લિંક :


 અમને મળવાનાં ઠામ ઠેકાણા

O ટપાલી દ્વારા યોગેશ વૈદ્ય, ‘હ્રદય કુંજ’, યોગેશ્વર સોસાયટી, ૬૦ ફૂટ રોડ, વેરાવળ. ૩૬૨ ૨૬૫   (ગુજરાત). ભારત.

O ઇ-મેઇલ દ્વારા -    mryogi62@gmail.com


સોમવાર, 23 જાન્યુઆરી, 2012

દરિયાની છાંયડી માં માછલી નું ગામ....

વેરાવળના દરિયા કાંઠે રેતી સાથે રમતા રમતા  શૈશવ વીત્યું.
લીધું-દીધું , પામ્યા-ખોયું,રોયું-ધોયું ઘૂઘવતા  દરિયાની ની સાખે....
ઓમ કારની ગુંજ ઉઠતી સોમનાથની ઝાલરમાંથી. 
દરિયો એના ચરણ પખાળે.    શ્રદ્ધાનું આ થાનક.

દરિયો મારા શ્વાસે શ્વાસે , દરિયો કવનના પ્રાસે.
દરિયો મારા હિસ્સે આખો ,દરિયો મારા ખીસ્સે.

દરિયાની રેતીમાં બાંધ્યા ઘરની સાખે લખી કવિતા.
મહાકાળની થપાટ સામે  પળમાટે  પણ  ટકીજવાનો અવસર આંજી આંખે ઉભો દરિયા સામે.

  'શૈશવ' ,  'સાહિલ'   જનક દવે સા સ્નેહી પામ્યો.    પામ્યો લાભશંકર દવે સરીખા ગઝલ વૃક્ષની છાયા.

 જન્મ સમયથી નાળની સાથે ચોટેલું એક ગામ બગસરા. 
સાત્તલીને કાંઠે ઉભું સમુદ્રીનું મંદિર.
રંગારાએ ઓઢણીઓની સાથે રંગ્યુ કવન કુંવારુ.
જિતુ  નો શૈશવ થી સથવારો.

જૂનાગઢની ભટ્ટ ખડકી , હોળી ચકલા વચ્ચે ઘૂમ્યો દાદીમાનો સાળુ ઝાલી
દાદાજીની  થઈ લાકડી માંગનાથની કરી પ્રદક્ષિણા... જીવન શ્લોક શીખ્યો ત્યાં...

ગયો  ગમ્મેત્યા .. કર્યું ગમ્મેતે... દરિયો મારી સાથ રહ્યો છે...
દરિયો મારો ભેરુ , મારો શિક્ષક. મારો તાત રહ્યો છે...